Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અરવલ્લી જિલ્લામાં ખરાબ ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થનો જથ્થો વેંચતા 38 વેપારીઓને વિરુદ્ધ ગુનો દાખલ

અરવલ્લી: જિલ્લામાં ખરાબ ગુણવત્તાવાળો અને ધારા ધોરણ સીવાયનો ખાદ્ય પદાર્થ વેચતા તપાસમાં ઝડપાયેલા ૩૮ વેપારીઓ સામે ૧૧ કેસ કરાયા હતા. આ કેસમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડડર્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરાતા આવા ભેળસેળીયા અને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પાસેથી રૂ.૩. ૩૭ લાખ દંડ અંકે કરાયો હતો. તંત્રની આ કાર્યવાહીથી ભેળસેળીયા વેપારીઓ ફફડી ઉઠયા હતા.

જિલ્લામાં જુદીજુદી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારી એકમો સામે થતી ફરીયાદ કે રૂટીંગ તપાસ હેઠળ ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરાતી હોય છે,તપાસ દરમ્યાન ખરાબ ગુણવત્તાવાળા કે ધારા ધોરણ સીવાયની ખાદ્ય ચીજ વસ્તુઓ ગ્રાહકોને પધરાવી તેમના આરોગ્ય સાથે ચેંડા કરતા ૩૮ વેપારીઓ ઝડપાયા હતા.આ વેપારીઓ સામે ના ૧૧ કેસોની ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડડર્સ એકટ ૨૦૦૬ની કલમ ૬૮ હેઠળ જિલ્લા નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ ની કોર્ટમાં આ તમામ કેસ ચાલી જતાં કોર્ટે કસૂરવાર વેપારીઓ પાસેથી જુદાજુદા કેસમાં કુલ મળી રૂ.૩,૩૭,૦૦૦ નો દંડ વસૂલવા આદેશ કર્યો હતો.

(5:04 pm IST)