Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કલોલના ખોરજ-ડાભી નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે ચાલકની ધરપકડ કરી

કલોલકલોલના ખોરજ ડાભી થી વેડા ની તરફ એક કાર વિદેશી દારૃનો જથ્થો ભરીને આવી રહી છે તેવી બાતમીના આધારે ગાંધીનગર એલસીબી પોલીસે વોચ ગોઠવીને બાતમી મુજબ ની કાર ઝડપી લીી હતી અને કારમાંથી ૩૦૦ બોટલ વિદેશી દારૃ જપ્ત કરીને તેના ચાલકની ધરપકડ કરી હતી પોલીસે કાર તથા વિદેશી દારૃ અને મોબાઈલ મળીને કુલ રૃ ૨૩૬૩૮૫ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબી પોલીસના જવાનો પ્રોહીબીશન ની પ્રવૃત્તિ અટકાવવા માટે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા એલસીબી પીઆઈ ઝાલા ની સૂચનાથી તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના વિજયસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખોરજ ડાભી થી નીકળેલી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને કાર વેડા  તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કાર ઝડપી લીધી હતી પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૩૦૦ બોટલ કિંમત રૃ ૧૩૪૮૭૫ ની જપ્ત કરી હતી અને કારના ચાલક ભરત જી શકરાજી ઠાકોર રહે શેરથા ની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં માલૂમ પડયું હતું કે તે આ દારૃનો જથ્થો મૂળ પુર તાલુકો થરાદ ગામે રહેતા વશરામભાઈ સેધાભાઈ રબારી ના માણસે કારમાં ભરી આપ્યો હતો અને આ જથ્થો કરણજી કચરાજી ઠાકોર રહે વાળાને પહોંચાડવાનો હતો પોલીસે કાર અને વિદેશી દારૃ તથા મોબાઇલ મળીને રૃપિયા ૨૩૬૩૮૫ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૃનો જથ્થો ભરી આપનાર તેમજ દારૃનો જથ્થો લેવાવાળા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દારૃના જથ્થા સાથે પકડાયેલા કારચાલક સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોધાયેલા છે અને તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)