Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

લોકોનું એકાઉન્ટ હેક કરી ઓનલાઈન ખરીદી કરી લેતા

બે લબરમુછિયાનું કારસ્તાન : આ બંને લબરમુછિયા પ્રી પેઇડ ઓર્ડરની ડિટેઇલને હેક કરીને સરનામુ તથા મોબાઈલ નંબર બદલી નાખતા હતા

અમદાવાદ, તા.૧૪ :જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો આ ન્યૂઝ ખાસ જોજો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે બે આરોપીઓની ધરપકડ કારી છે, બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ, અને નિલેશ બાબરીયા બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત થઈ હતી. આમ તો બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. અને ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા.

પકડાયેલ બન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ.પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ સિવાય ર્ં્ પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ.પી બ્લોકના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.

આ અંગે સાયબર ક્રાઈમ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોનાં ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં. અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટ અને ટાર્ગેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહીં પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ ૧ હજારથી વધુ લોકો સાથે ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમ ૯૨ પ્રોડક્ટ રિકવર કરી છે. જેની કિંતમ રુ. ૮.૯૯ લાખની થવા જાય છે. આરોપીઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકર્ડ લાવ્યા હતા, જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા, તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. આ ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હોય શકે છે કેમ કે આ દેશવ્યાપી કૌભાંડ દેખાઈ રહ્યું છે જેથી અન્ય લોકોને પકડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, સાથો સાથ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

(8:57 pm IST)