Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

૫.૧૧ લાખ કર્મચારીઓને પગાર અને ૪.૫૦ લાખ પેન્શનર્સને વહેલુ પેન્શન

દિવાળીને અનુલક્ષીને ૨૫-૨૬ ઓકટોબરે ચૂકવણાનો સરકારનો નિર્ણય

રાજકોટ તા. ૧૫ : રાજ્ય સરકારે દિવાળીને અનુલક્ષીને આ મહિને પગાર - પેન્શન વહેલા આપવાનો નિર્ણય કર્યો છે. જેનો લાભ ૫.૧૧ લાખ જેટલા અધિકારીઓ - કર્મચારીઓને તથા ૪.૫૦ લાખ પેન્શનર્સને મળશે. કુલ લાભાર્થીઓની સંખ્યા ૯ાા લાખથી વધુ થશે. આ અંગે ગઇકાલે નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોર) દીપલ હડીયલની સહીથી ઠરાવ અંગેનો પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે જેની વિગત નીચે મુજબ છે.

ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. ૪/૧૧/૨૦૨૧ના રોજ હોઇ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓકટોબર-૨૦૨૧ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કરેલ છે.

ઉકત નિર્ણય અનુસાર ઓકટોબર-૨૦૨૧ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ - પેન્શનરોના પગાર ભથ્થા - પેન્શનની ચુકવણી તા. ૧૩-૧૦-૧૯૯૩ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તા. ૨૦/૪/૧૯૯૩ના ઠરાવમાં છુટછાટ મુકીને તા. ૨૫/૧૦/૨૦૨૧ તથા તા. ૨૬/૧૦/૨૦૨૧ દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

(11:04 am IST)