Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગોંધી રાખી બેરહેમિથી હત્યા કરનાર હત્યારો ૨૦ પોલીસ સ્ટાફની બાજ નજર સામે લાચાર : રસપ્રદ કથા

ગંભીર ગુન્હો હોય ત્યારે ફકત ડી સ્ટાફ જ નહિ આખા પોલીસ મથકની ટીમ બનવાના સુરત સીપી અજયકુમાર તોમરનાં વણ લખ્યા નિયમ ફરી કારગત : રફીક મામૂને ઝડપવા અનુભવી પીઆઈ એચ.એમ.ચૌહાણ ટીમ દ્વારા હિટ ફોર્મ્યુલા અજમાવાયેલ

રાજકોટ, તા.૧૫:   કોઈ પણ ગંભીર પ્રકારની ઘટના બન્ને ત્યારે લોકોમાં પોલીસ તંત્ર ઉપરનો જે વિશ્વાસ છે તે ડગી ન જાય તે માટે ફકત જે તે પોલીસ મથકની સાથે સાથે ડીસીબી , પિસીબી કે એસઓજી અને માત્ર જે તે પોલીસ મથકનું ડી સ્ટાફ જ નહિ આખું પોલીસ મથક વિવિધ ટીમો બનાવી આરોપીઓ કે ગેંગસ્ટરોને પકડી પાડે તેવો વણલખ્યો નિયમ સુરત પોલીસ કમિશનર  અજય કુમાર તોમર દ્વારા બનાવ્યો છે તે રણ નીતિ મહત્વની પુરવાર થઈ રહ્યાનું હવે શહેર પોલીસના પોલીસ કોન્સ્ટેબલથી માંડી સેકટર હેડ દ્વારા ઉપરા ઉપરી મળતી સફળતાથી દિલથી સ્વીકારતા થયા છે, આ શ્રંુખલામાં વધુ એક સફળતા સુરતના રાંદેર પોલીસ મથકના પીઆઇ એચ.એમ.ચૌહાણ ટીમને મળી છે.                                       

 રાંદેર પોલીસ મથકની હકૂમતમા એક ભંગારના ડેલામાં આયુબખાન નામના શખ્સને ગેર કાયદે ગોંધી રાખી તેની લાકડાના ફટકા મારી હત્યા થયેલ.બનાવ ચર્ચાસ્પદ બનેલ પણ પોલીસ કમિશનરની રણનીતિ મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખૂબ જ અનુભવી પીઆઇ એચ.એમ.ચૌહાણ દ્વારા તુરંત ભેદ ઉકેલવા સાથે ૨૦ સ્ટાફની ટીમ બનાવી સઘન શોધખોળ સાથે બાતમીદારો પણ મેદાનમાં ઉતરેલા.હેડ કોન્સ્ટેબલ તાલિબ ભાઈ તથા મોહસીન ભાઈને મળેલ બાતમી આધારે રફીક ઉર્ફે રફીક મામુને મકકાઈ પુલ નજીકથી આબાદ ઝડપી લેવામાં આવેલ. પીએસઆઈ આર.એલ.દેસાઈ પણ સક્રિય રહેલ.

(12:05 pm IST)