Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સ્વર આરાધના...માં પાવાતે ગઢથી ઉતર્યા મહાકાલિ રે...

રાજકોટઃ શકિત આરાધનાના મહાપર્વ નવલા નોરતા માં મહાનગર. નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન ગરબાની રમજટબોલી રહી છે ત્યારે ગુજરાત નાની પ્રાચીન શકિતપીઠ પાવાગઢ માં જાણીતા લોકગાયક ઓસમાણ મીરના કંઠે રજૂ થયેલા ગરબાના તાલે માઈભકતો એ મન મૂકીને ગરબા લેતા આ શકિતપીઠના સાનિધ્યમાં માં શકિતની ભકિત ના દર્શન થયા હતા.

શકિતપીઠ પાવાગઢ માં જયા માં મહાકાલિ બિરાજમાન છે તેવા આ માઈધામ માં ગુજરાત સરકાર ના ટૂરિઝમ વિભાગ દ્વારા નવરાત્રિ મહાઆરતી મહોત્સવ અંતર્ગત જાણીતા લોકગાયક ઓસમાણ મીર સહીત કલાવૃંદહાજર રહ્યા ..યા દેવીસર્વે ભૂતેશુ ...શકિતરૂપેણ..સ્તુતિ થી પ્રારંભથયેલા આ ગરબા મહોત્સવ માં ઓસમાણ મીરનો સ્વર સાજીદા અને સાથીના સૂર ના સમન્વય સાથે આ ગરબા મહોત્સવ થી શકિતપીઠ નું સાનિધ્ય પ્રાચીન ગરબાથી ગુંજી ઉઠ્યુ હતુ.મન મોરબની થનગનાટ ફેઇમ ઓસમાણ મીર એ પણ એક પછી એક ગરબા ગાતા હાજર માઈભકતો ગરબા રમવા માં મગ્ન બન્યા હતા જેમા માં પાવાતે ગઢથી ઉતર્યા માં કાલિ રે સહીત પ્રાચીન ગરબા માં રજૂ કરતા અહીં ઓસમાણ મીરના કંઠનો જાદુ છવાઈ ગયો હતો જ્યારે અહીં ગરબા રમનાર મહિલાઓ પણ પરંપરાગત પરીવેશ અને માથા પર બેડા અને ગરબા લઈ ગરબા લેતા અહીં હાજર સૌના માટે આ બેડારાસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જ્યારે સૂફી લોકગીત ફિલ્મ ગીતો સહીત ને લઈ પ્રસિદ્ધિ પામેલા ઓસમાણ મીર એ માં મહાકાલિના મંદીર સમીપ શકિત પર્વ માં પોતાને સ્વરસાધના કરવાનો લ્હાવો મળયો તેને અદભૂત ગણાવી આનવરાત્રિ  મહાઆરતી મહોત્સવને ઓસમાણ મીરે પોતાના  જીવનનો યાદગાર અવસર ગણાવ્યો હતો..

(12:32 pm IST)