Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વેલડન...૯૭.પપ.% શૈક્ષણીક કર્મચારીઓએ વેકસીન લીધી

બિનશૈક્ષણીક કર્મચારીઓનું ૯૪.૧૦% થયુ ૧૦૦ ટકા રસીકરણ કરવા આદેશ

રાજકોટ તા.૧પ : ગુજરાતમાં ૯૭.પપ શૈક્ષણીક કર્મચારીઓએ કોરોના વેકસીન લીધી છે. હજુ બાકી રહેલા શૈક્ષણીક કર્મચારીઓએ ૧૦૦ ટકા રસીકરણ માટે આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં પ્રાથમીકમાં શૈક્ષણીક સ્ટાફની કુલ સંખ્યા ૧૧૬૯પ૪ જેટલી છે. જેમાંથી ૯૪૭૮પ જેટલા સ્ટાફે કોરોના વેકિસનના બંને ડોઝ લઇ લીધા છે. જયારે ૧૯૩૦૮ કર્મચારીઓએ હજુ પ્રથમ ડોઝ જ લીધો હોવાનું સામે આવ્યું છે. આમ, શૈક્ષણીક સ્ટાફમાં ૮૧.૦૪ % કર્મચારીઓના બંને ડોઝ પૂર્ણ થઇ ચુકયા છે. જયારે ૧૬.પ૧% સ્ટાફને હજુ બીજો ડોઝ બાકી છે. આમ, એકંદરે રાજયના ૯૭.પપ % સ્ટાફે બંને ડોઝ અથવા એક ડોઝ લીધો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં બાકી રહેલા કર્મચારીઓના પણ વેકસીનેશનની કામગીરી પુર્ણ થયા તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જયારે નોન ટીચીંગ સ્ટાફની વાત કરીએ તો રાજયના ૧૩પ૧પ બિન શૈક્ષણીક કર્મચારીઓ પૈકી ૯૬૬૯ જેટલા કર્મચારીઓએ કોરોના વેકસીનના બંને ડોઝ લઇ લીધા હોવાનું સામે આવ્યું છે.(

(3:39 pm IST)