Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

JEE એડવાન્સ્ડ 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર : અમદાવાદનો નમન સોની દેશમાં છઠ્ઠા ક્રમે

ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થી પાસ :નમન સોની (છઠ્ઠા ક્રમ), અનંત કિડામણી (13મો ક્રમ), પરમ શાહ (52મો રેન્ક), લિસન કડીવાર (57મો રેન્ક), પાર્થ પટેલ (72મો રેન્ક), રાઘવ અજમેરા (93મો રેન્ક)

અમદાવાદ: IIT પ્રવેશ પરીક્ષા JEE Advanced 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ પરીણામ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવ્યુ છે. આ પરીક્ષામાં અમદાવાદના નમન સોની દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે. ગુજરાતના ટોપ-100માં 10 વિદ્યાર્થી આવ્યા છે. JEE Advanced 2021માં મૃદુલ અગ્રવાલે ટોપ કર્યુ છે, જેને પરીક્ષામાં 99.66% મેળવીને ઇતિહાસ રચી દીધો છે. પરીક્ષામાં કોઇ પણ ઉમેદવાર દ્વારા પ્રાપ્ત અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતમ સ્કોર છે.

મૃદુલ અગ્રવાલે 360માંથી 348 અંક મેળવ્યા છે. આ પહેલા JEE Advancedનો ઉચ્ચતમ સ્કોર 401માં 385 હતો. બીજી તરફ વર્ષ 2020માં જેઇઇ એડવાન્સ પરીક્ષા 396 અંકની હતી જેમાં પ્રાપ્ત ઉચ્ચતમ સ્કોર 352 હતો.

પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થી આ વેબસાઇટ પર વિજિટ કરીને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થી પોતાનો સ્કોર કાર્ડ ચેક કરવા માટે પોતાનો એડમિટ કાર્ડ તૈયાર રાખે. હવે પરિણામના આધાર પર 16 ઓક્ટોબર 2021થી સીટ અલૉટમેન્ટની પ્રક્રિયા શરૂ થશે. આઇઆઇટી ખડગપુરે સ્પષ્ટ કરી દીધુ છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કાઉન્સેલિંગ પ્રક્રિયા પુરી રીતે ઓનલાઇન થશે.

JEE Advanced પરીક્ષામાં ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થી પાસ થયા છે. જેમાં નમન સોની (છઠ્ઠા ક્રમ), અનંત કિડામણી (13મો ક્રમ), પરમ શાહ (52મો રેન્ક), લિસન કડીવાર (57મો રેન્ક), પાર્થ પટેલ (72મો રેન્ક), રાઘવ અજમેરા (93મો રેન્ક)નો સમાવેશ થાય છે.

(6:47 pm IST)