Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિજયાદશમીએ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં વિવિધ સ્થાનો પર શસ્ત્ર પૂજન કરાયું

વિજયાદશમીએ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો રાવણ પર વિજય, સત્યનો અસત્ય પર ઘર્મની અધર્મ પર અને ન્યાયની અન્યાય પર જીત છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે - બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે. ધનનો ઉપયોગ અહંકારના દેખાવમાં, બળનો ઉપયોગ બીજાને નુકશાન પહોંચાડવામાં કરે છે. તેનાથી વિપરિત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, બીજાની સેવામાં અને પોતાના ધનનો ઉપયોગ સારા કામ કરવા માટે કરે છે. આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. વિજયાદશમીએ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો રાવણ પર વિજય, સત્યનો અસત્ય પર ઘર્મની અધર્મ પર અને ન્યાયની અન્યાય પર જીત છે. વિજયાદશમીના દિવસે વિરમગામ સહીત અમદાવાદ જિલ્લામાં વિવિધ સ્થાનો પર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું

(7:10 pm IST)