Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ખામર ગામમાં યમરાજ બની આવેલુ ટ્રેલર એક મકાનમાં ઘુસાડી દેતા માતા,પુત્રને ઇજા,પતિનું મોત નિપજવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ખામર ગામના ઢાળ પરથી પુરપાટ આવેલા ટ્રેલરે પોતાનું ટ્રેલર એક મકાનમાં ઘૂસાડી દેતા મકાનને નુકશાન કરી ઘરના એક સભ્યનું મોત નિપજાવી અન્ય અકને ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
   પ્રાપ્ત માહિતી મુજબ ભાવનાબેન તે ધમેંદ્રભાઇ હિંમતભાઇ વસાવા ( રહે.ખામર નિશાળ ફળીયુ ) નોએએ આપેલી ફરીયાદ અનુસાર તા.૧૪/૧૦/૨૦૨૧ ના મળસ્કે ૦૨/૩૦ વાગે એક ટાટા કંપનીના ખુલ્લા ટ્રેલર નંબર GJ-06-XX-8795નો ચાલક ઢાળવાળો રસ્તો હોવાનો તથા રોડની બાજુમા ઘરો તથા દુકાનો હોવાનુ જાણવા છતા પોતાનુ ટ્રેઇલર પુર ઝડપે ચલાવી લાવી રોડની બાજુમા આવેલ તેમના દુકાનમા તથા ઘરમા ઘુસાડી દઇ ઘરને નુકસાન કરી તેમને તથા તેમના દિકરા ભાવિનને સાધારણ ઇજાઓ પહોચાડી તથા તેમના પતિ ઘર્મેન્દ્રભાઇ ને ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી ટ્રેઇલર સ્થળ ઉપર મુકી નાસી જતા આમલેથા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:39 pm IST)