Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સણદરા પાસે પાસે રૂ.1.54 લાખની લૂંટ કરનાર 03 લૂંટારુઓને ઝડપી LCB નર્મદા એ વધુ એક સફળતા મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા સણદરા ગામ નજીક મોટર સાઇકલ પર જઈ રહેલા બે બેંક કર્મચારીને ત્રણ ઈસમો એ આંતરી માર મારી રોકડા રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા બાદ એલસીબી પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડી વધુ એક સફળતા મેળવી હતી.

  આ બાબતે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ આપેલી માહિતી મુજબ તા.૧૪/૧૦/ ૨૦૨૧ રોજ બપોરે 1.30 કલાકે ફાઇનાન્સ બેંક માં ફરજ બજાવતા યશોદાબેન જયેશભાઇ પરમાર( રહે.ધાનપોર )અને અંકિતાબેન મહેશભાઈ મહંત (રહે .લાછરસ )મોટરસાઇકલ લઈ જઈ રહ્યા હતા ત્યારે સણદરા ગામ નજીક ત્રણ અજાણ્યા શખ્શોએ તેમની મોટર સાયકલ નંબર GJ- 22-J-1215 ની આગળ લાકડીઓ બતાવી મોટર સાયકલને ઉભી રખાવી ડંડા વડે મારમારી ગેબી ઇજાઓ કરી તેમની મોટર સાયકલના આગળના ભાગે સ્કૂલ બેગમાં મુકેલા રોકડ રૂ ૧,૫૪,૮૪૮ તથા બેન્કના કાગળો તથા ટેબ્લેટ મોબાઇલની લુંટ કરી લૂંટારા નાસી ગયા હતા.આ ઘટના બાદ એએસપી બંસલ,એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ અને એલસીબી ટીમે બાતમીના આધારે આ ત્રણ આરોપી પ્રતાપનગર તરફના એક ખેતરમાં લૂંટના રૂપિયાના ભાગ પાડતા હતા ત્યારે ત્યાં પહોંચી તેમને ઝડપી લીધા હતા જેમાં કાંતિભાઈ દાવનજી વસાવા રહે.સણદરા, દિપક સોમાભાઈ વસાવા અને જગદીશ ભુલાભાઈ વસાવા (બંને રહે.પ્રતાપનગર ) ને ઝડપી લૂંટનો મુદામાલ રિકવર કરી નર્મદા એલસીબી એ વધુ એક સફળતા મેળવી હતી.આમ એક બાદ એક ગુનેગારોને મુદામાલ સાથે ઝડપી લેવામાં એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ અને એલસીબી ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે.

(10:40 pm IST)