Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજપીપળા હરસીધ્ધી માતાના મંદિર નજીક એક યુવતીનું અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા હરસિધ્ધિ મંદિર તરફના માર્ગ ઉપર એક યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરુદ્ધ યુવતિ એ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૩/૧૦/૨૦૨૧ ના રાતના 10 વાગે એક 21 વર્ષીય યુવતિ પોતાના માતા-પિતા તથા સાથે રાજપીપલા હરસીધ્ધી માતાના મંદિરે દર્શને કરવા આવેલ અને મંદિર બહાર આવેલ કટલરી દુકાનો પાસે વસ્તુઓની ખરીદી કરતા હતા તે સમયે ઇશ્વરભાઈ જેસંગભાઈ તડવી નામનો શખ્સ બદઇરાદા સાથે યુવતીનો પીછો કરી તેમની સંમતી વગર ગર્ભીત રીતે હાથ પકડી ખેચીને જી.એમ.ડી. સી. કંપાઉન્ડ બાજું અપહરણ કરી લઇ જવાની કોશીષ કરતા યુવતિ એ મદદ માટે પોતાની માતાને બુમ પાડતા બધા ત્યાં દોડી આવતા જોઈ ઇશ્વર ભાઈ જેસંગભાઈ તડવી રહે.ગભાણા યુવતિનો હાથ છોડી ભાગી ગયો હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:40 pm IST)