Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજપીપળા નજીકના નાના લીંટવાડા બ્રિજ ઉપર ટ્રક અને ઇકો વાન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત:એકને ઇજા

ઇકો લઈ જઈ રહેલા 3 વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા હતા ત્યારે બે ને કાળ ભરખી ગયો

(ભરત શાહ) રાજપીપળા : રાજપીપળા નજીકના નાના લીંટવાડા પાસેના કરજણ બ્રિજ ઉપર આજે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકને ઇજા થઈ છે.
     નાના લીંટવાડાના કરજણ પુલ પરથી પુરપાટ પસાર થઇ રહેલી ટ્રક નં.MH.20.AT.6291 ચાલકે સામેથી આવતી ઇકો ગાડી નં.GJ.17.UU.7129 સાથે ધડાકાભેર અથડાતા ઇકો ગાડી નો ખુરદો બોલાઈ ગયો હતો અને ઇકો ગાડી પુલની રેલિંગ ઉપર અઘ્ધર થઈ ગઈ હતી. જેમાં ઇકોમાં સવાર ત્રણ વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડયો જેમાં અક્ષય નગીનભાઈ પંચાલ અને દિનેશ ગુજલાભાઈ રાઠવા( રહે.પંચમહાલ) નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ધર્મેન્દ્ર બાબરભાઈ બામણિયા ની ઇજાઓ થઈ હતી.અકસ્માત કરી ટ્રક ચાલાક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:59 pm IST)
  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST