Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજપીપળા સિવિલ સર્જને અંગત રસ લઈ ઉપર લેવલે રજુઆત કરતા સિવિલ હોસ્પિટલના આઉટસોર્સ કર્મીઓ ને પગાર મળતા રાહત

હડતાળ,આવેદન બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તાએ અંગત રસ દાખવી ગાંધીનગર રજુઆત કરતા બે મહિનાનો પગાર મળ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલના 150 જેવા આઉટ સોર્સ કર્મચારીઓને નવેમબર અને ડિસેમ્બર મળી બે માસનો પગાર ન મળતા થોડાક દિવસ પર આ તમામ કર્મચારીઓએ હડતાળની ચીમકી આપી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ કર્મચારીઓની તરફેણમાં અંગત રસ દાખવી ગાંધીનગર નિયામકને પત્ર લખી અહીંની સ્થિતિ બાબતે જાણ કરી તમામ આઉટ સોર્સ કર્મચારીઓને જૂની પદ્ધતિ મુજબ પગાર કરવાની રજુઆત કરતા આજે તમામ આઉટ સોર્સ કર્મચારીઓને બે મહિનાનો બાકી પગાર મળતા રાહત થઈ હતી.આમ સિવિલ સર્જને અંગત રસ દાખવતા કર્મચારીઓ કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.

(12:05 am IST)
  • ૧૦૦ પૂર્વ સનદી અધિકારીઓના ગ્રુપે પીએમ કેર્સ ફંડની ટ્રાન્સપરન્સી સામે આંગળી ચીંધી દેશના સો જેટલા પૂર્વ આઇએએસ ઓફિસરોના ગ્રુપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી પીએમ કેર્સ ફંડની પારદર્શિતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે access_time 7:39 pm IST

  • સમગ્ર પાટનગર ઉપર : ધુમ્મસની ચાદર છવાઇ ગઈ :આજે સવારે રાજધાની નવી દિલ્હીના લગભગ તમામ વિસ્તારો ઉપર ગાઢ ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગયાનું દ્રશ્ય જોવા મળતું હતું. આવતા ચોવીસ કલાકમાં ટેમ્પરેચરમાં થોડો ઘટાડો થશે. દિલ્હી એરપોર્ટ ઉપર આવતી અને જતી ઘણી ફ્લાઇટો આ ધુમ્મસને લીધે મોડી થઈ રહી હતી. સવારે સાડા આઠ વાગ્યે પણ દિલ્હી એરપોર્ટ ના રન-વે ઉપર ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. access_time 11:39 am IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST