Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગાંધીનગર ખાતે આજે મુખ્ય મંત્રી રૂપાણીના હસ્તે રૂ, ૩૨૩ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ગાંધીનગર:ગાંધીનગર જિલ્લામાં આવતીકાલ તા. ૧૬મી જાન્યુઆરીના રોજ રાજયના મુખ્ય મંત્રી  વિજયભાઇ રુપાણીના હસ્તે રૂપિયા ૩૨૩ કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ( PMAY) અંતર્ગત ગાંધીનગરના હાર્દસમા એવા સરગાસણ, વાવોલ અને પેથાપુર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે EWS-II પ્રકારના ૨૧૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેકેટના કુલ- રૂપિયા ૩૨૩ કરોડના વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આવતીકાલ તા. ૧૬મી જાન્યુઆરીના રોજ બપોરના ૩.૩૦ કલાકે સરગાસણની ટી.પી.- ૭, એફ.પી. ૧૮૬ ખાતેથી કરાશે.
આ ખાતમુહૂર્ત સમારંભમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ પૂર્વના સાસંદ  એચ.એસ.પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર(દ)ના ધારાસભ્ય  શંભુજી ઠાકોર અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના અધ્યક્ષ ર્ડા. રતનકંવર એચ. ગઢવીચારણ ઉપસ્થિત રહેશે.

(7:56 pm IST)