Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ડુંગરી પોલીસે ચોરખાના વાળી મોપેડ અને રોકડા રૂ. 1.17 લાખ રોકડા પકડી પાડ્યા

વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે ડુંગરીના પીએસઆઇ જે. એસ. રાજપૂતે પેટ્રોલિંગ દરમિયાન 3 મોપેડ પકડી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ડુંગરી પોલીસની સતર્કતાથી છટ કપટથી મેળવેલી કે ચોરીની 3 મોપેડ મળી આવી છે. તેમણે મોપેડમાંથી રૂ. 1.17 લાખની રકમ અને બિલીમોરાના શખ્શની ધરપકડ પણ કરી છે.  
  વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે ડુંગરીના પીએસઆઇ જે. એસ. રાજપૂતે પેટ્રોલિંગ દરમિયાન જોરાવાસણ ગામે મેહુલ રાજેશ પટલ (રહે. બિલીમોરા) 3 મોપેડ સાથે જોવા મળ્યો હતો. આ 3 મોપેડ અંગે તેને પુછતાં તે જવાબ આપી શક્યો ન હતો. જેના પગલે પોલીસે તેની તપાસ કરતાં નંબર વિનાના આ મોપેડમાં ચોર ખાના બનેલા જોવા મળ્યા હતા. તેમજ તેમના આ મોપેડમાંથી રોકડા રૂ. 1.17 લાખ મળી આવ્યા હતા. ત્યારે આ મોપેડ ગુનાહિત કૃત્યમાં ઉપયોગમાં લેવાયા હોવાની માહિતીના પગલે પોલીસે મેહુલની ધરપકડ કરી તમામ મોપેડ અને રોકડ કબજે લીધા હતા.

(7:54 pm IST)