Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કડી તાલુકામાં ફરી ૨ યુવાનોને અમેરિકા મોકલવાના બહાને છેતરપીંડી કરીને ૧૦૫૦૦ રોકડ ૪૦૦ ડૉલર મોબાઇલ સહિતનિ લૂટ કરવામાં ૫ આરોપી ઝડપાયા

મહેસાણા : કડી તાલુકામાં ફરી ૨ યુવાનોને અમેરિકા મોકલવાના બહાને છેતરપીંડી કરીને ૧૦૫૦૦ રોકડ ૪૦૦  ડૉલર મોબાઇલ સહિતનિ લૂટ કરવામાં ૫ આરોપી ઝડપાયા

કડી તાલુકામાં ફરી એકવાર કબૂતારબાજો દ્વારા બે ઈસમો છેતરાયા હોવાની ફરિયાદ સામે આવી છે. આ ઘટનામાં કડીના બે યુવકોને અમેરિકા મોકલવાના બહાને દીલ્હી બોલાવી છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈ મહેસાણા એલસીબી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

રાજયમાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં મહેસાણાના કડીમાં આવેલ કરજીસણ ગામના બે યુવકોને કબૂતરબાજોએ વિદેશ મોકલવાના બહાને ચૂનો લગાવ્યો હતો. આ અંગે મહેસાણા એલસીબી પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી 5 આરોપીઓને જેલભેગા પણ કર્યા છે. કડી તાલુકાના કરજીસણ ગામનાકરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (22) અને મયુર રામાભાઇ પટેલ (25)ને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ દિલ્હી બોલાવીને ગોંધી રાખ્યા હતા અને ચંડીગઢ એરપોર્ટ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડી નશાકારક દવાની ગોળીઓ ખવડાવી બેભાન કરી તેમની પાસેથી રૂ.1,05,000 રોકડા, 400 ડોલર અને 2 મોબાઇલ, બંનેના પાસપોર્ટ વગેરે લૂંટી લીધા હતા.

27 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ ફોન બંધ આવતો હોવાથી જયેશના પિતા જીતેન્દ્રસિંહ ચાવડાએ મહેસાણા એસપીને કરેલી અરજી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં બંનેના મોબાઇલ લોકેશન દિલ્હી મળી આવતા પીએસઆઇ એસ.બી. ઝાલા સહિત સ્ટાફે દિલ્હી પહોંચ્યા હતા.

જ્યાં વિકાસ સતવીરસિંગ બનાલ (ગુડગાંવ, હરિયાણા), કશ્યપ વિનોદચંદ શાહ (કલોલ, કુબેર નરસીના જૂના ચોરા પાસે), જીગર છોટાલાલ મહેતા (રાજકોટ, રોયલહોમ, ઘંટેશ્વર), અંકિત ભરતકુમાર દવે (કલોલ, મોટા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં), રાહુલ પટેલ (સાંથલ) અને હરભજનસિંઘ ચાનસિંઘ રાજપૂત (લુધિયાણા, પંજાબ)ને પકડી બંને યુવાનોને મુક્ત કરાવ્યા હતા. મહેસાણા LCB એ દિલ્હીથી 5 ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

(9:06 pm IST)