Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ તબિયત સારી હોવાનું સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા તથા ઝડપથી સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યુ઼

અમદાવાદ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી કોરોના પોઝીટીવ આવ્યા છે. અને અમદાવાદ ખાતેની યુ.એન. મહેતા હોસ્પીટલ ખાતે ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. તેમણે પોતાના ટિવટર એકાઉન્ટ ઉપર ટવીટ કરીને તબિયત સારી હોવાનું ઝડપથી સારવાર ચાલી રહી હોવાનું અને સંપર્કમાં આવેલાને સ્વૈચ્છીકપણે ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય. મહત્વનું છે કે, ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખબર અંતર પૂછ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોરોનાગ્રસ્ત થવા મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, વિજય રૂપાણી સાથે અમારી લાગણી જોડાયેલી છે... ભગવાનન પ્રાર્થના કરીએ છીએ, તેઓ ઝડપથી સાજા થાય.

CM રૂપાણીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે સારવાર ચાલી રહી છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં CMની સારવાર ચાલી રહી છે. એકાદ અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે. CM રૂપાણીને બીપી કે ડાયાબિટીસની કોઈ જ તકલીફ નથી. તેઓ કસરત પણ નિયમિત કરે છે.

(9:42 pm IST)