Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમદાવાદના જમાલપુર ખાતે પતિ સહિત અન્ય ૩ સામે પત્નીએ ત્રીપલ તલાકની ફરીયાદ કરી

અમદાવાદ :  અત્રેના જમાલપુર સિંધીવાડા ખાતે નિવાસ સ્થાન ધરાવતી ૪૧ વર્ષની નેહાલાનું (નામ બદલાવેલ છે) શેખ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરીયાદ મુજબ ર૦ વર્ષ અગાઉ તેણીના લગ્ન મોહમદ ઇલ્યાસ સાથે સમાજના રીત-રીવાજ મુજબ જ થયેલ અને વર્ષ ર૦૦૧માં ફરીયાદીની માતા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે ચાલુ નોકરીએ તેમનું મૃત્યુ થતા તેમની પુત્રીને પટ્ટાવાળા તરીકે તે શાળામાંૈ નોકરી પ્રાપ્ત થયેલ.

2008માં મહિલાની દિકરીની તબીયત સારી ન રહેતા મહિલાએ નોકરી છોડી દીધી હતી. નોકરીનાં પૈસાથી મહિલાએ મકાન બનાવ્યુ હતુ. જો કે નોકરી છોડી દેતા પતિ દ્વારા નાની નાની વાતોમાં ઝધડા કરવાનું શરૂ કરાયુ હતુ. મહિલાનાં જેઠ પણ આવીને પતિને ચઢામણી કરી મહિલાના પિતા પાસેથી પૈસા મંગાવાનુ અને તેમની મિલ્કતમાં ભાગ લેવાનું જણાવતો હતો.

મહિલાનો પતિ તેને વારંવાર મહિલા સાથે ઝધડો કરતો હતો. મહિલા ઘર ખર્ચ માટે પૈસા માગંતી ત્યારે પર પતિ પૈસા પિયરમાંથી લાવાનુ જણાવતો હતો.અંતે 5 ડિસેમ્બર 2019 નાં રોજ મહિલાનાં પતિએ દિકરીની હાજરીમાં તલાક તલાક કહીને મહિલાને ઘરમાંથી બહાર નિકળી જવાનું કહીને મારઝૂડ કરી જાનથી મારી નાખવાની અને પોતે પણ મરી જવાની ધમકી આપી હતી. જે બાદ મહિલા મકાનની નીચેના માળે પોતાની દિકરીઓ સાથે રહેતી હતી ત્યારે તેના ફોઈ સાસુ આવીને પતિને ચઢામણી કરતા હોવાથી અંતે મહિલાએ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પતિ સહિત જેઠ અને ફોઈ સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મુસ્લીમ મહિલા અધિનિયમ, 2019 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(10:24 pm IST)