Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગાંધીનગર : રાજય સભાની ખાલી બેઠકની પેટા ચૂંટણીના નામ-નિર્દેશક પત્રો ૧૮ મી સુધીમાં પહોંચાડવાના રહેશે : નામ-નિર્દેશન પત્રોની ચકાસણી ૧૯મીએ થશે

ગાંધીનગર :  રાજયસભાની ખાલી પડેલી બેઠક માટે યોજનાર પેટા ચૂંટણી માટે નામ-નિર્દેશન પત્રો ૧૮મી સુધી પહોંચાડવાની રહેશે. તથા નામ નિર્દેશન પત્રોની ચકાસણી તા. ૧૯મીએ થનાર છે.

ચુંટણી અંગે સુચના મુજબ : -

(૧) ગુજરાત રાજયમાંથી ચુંટાયેલા રાજયસભાના સભ્ય શ્રી પટેલ અહમદભાઇ મહમદભાઇના અવસાનથી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોએ તેમની રાજયસભાની ખાલી પડેલ બેઠક માટે પેટા-ચૂંટણી યોજવાની છે.

(ર) ઉમેદવારે અથવા તેમના કોઇપણ દરખાસ્ત કરનારે નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીને અથવા મદદનીશ નિર્વાચન અધિકારીને ગુજરાત વિધાનસભા સચિવાલય ત્રીજો માળ, વિઠ્ઠલભાઇ પટેલ ભવન, સકેટર-૧૦, ગાંધીનગરમાં આવેલી તેમની કચેરીમાં મોડામાં મોડા તા. ૧૮-૦ર-ર૦ર૧ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) કોઇપણ દિવસે સવારે ૧૧ થી બપોરના ૩-૦૦ કલાક દરમ્યાન પહોંચાડવાના રહેશે.

(૩) નામ-નિર્દેશન પત્રોના નમૂના ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે મળી શકશે.

(૪) નામ-નિર્દેશ પત્રોની ચકાસણી તા. ૧૯-૦ર-ર૦ર૧ ના રોજ બપોરના ૧-૩૦ કલાકે ઉપર જણાવેલ સ્થળે નિર્વાચન અધિકારીની કચેરીમાં કરવામાં આવશે.

(પ) ઉમેદવારી પાછી ખેંચવાની સુચના ઉમેદવાર અથવા તેમની દરખાસ્ત કરનાર અથવા ઉમેદવારે જેમને લેખિતમાં સતા આપી હોય એવા ચૂૂંટણી એજન્ટે ઉપર ફકરા (ર)માં દર્શાવેલા કોઇપણ અધિકારીની કચેરીમાં તા. રર-૦ર-ર૦ર૧ ના રોજ બપોરા ૩-૦૦ કલાક પહેલા આપી શકાશે.

(૬) ચૂંટણી યોજાય તે સંજોગોમાં તા. ૦૧-૦૩-ર૦ર૧ ના રોજ સવારના ૯ થી સાંજના ૪ કલાક સુધી મતદાન યોજવામાં આવશે. તેમ સી.બી. પંડયા નિર્વાચન અધિકારી અને નાયબ સચિવની યાદીમાં જણાવેલ છે.

(10:47 pm IST)