Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સાઇબર ક્રાઇમે વડોદરાના પોલીસ કમીશનરશ્રી શમશેરસિંઘની ફેક આઇડી બનાવનારને દિલ્હીથી પકડી પાડયો

પકડાયેલ આરોપીને વડોદરા લાવવા તજવીજ હાથ ધરાઇ

 વડોદરા :  અત્રેના પોલીસ કમીરનર શમશેરસિંઘની કેટાલક દિવસો અગાઉ એક આરોપીએ તેમની ફેક ફેસબુક આઇડી બનાવી હતી. પોલીસ તંત્ર તે આરોપીની ધરપકડ કરવા માટે કામે લાગી ગયું હતું. જો કે સાઇબર ક્રાઇમે આ રઆરોપીની દિલ્હી થી ધરપકડ કરવા માટે કામે લાગી ગયું હતું. જો કે, સાઇબર ક્રાઇમે આ આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે.

પોલીસ વિભાગ અને સાયબર ક્રાઇમે ગંભીર નોંધ લેતા ફેક પ્રોફાઇલ બનાવનારને ઝડપી પાડવા ચક્રો ગીતમાન કર્યા હતા.

વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંઘની ફેક ફેસબુક આઈડી કોઈ ગઠિયા દ્વારા બનાવી દેવામાં આવી હતી. જો કે, તે આરોપીની આજે સાઈબર ક્રાઈમે દિલ્હી ખાતેથી ધરપકડ કરેલ. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને સાયબર ક્રાઇમે દબોચી લીધો હતો. જોકે આ શખ્સની પોલીસે તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘનો ફોટો મળી આવ્યો હતો. જેથી પૂરતી ખાતરી કરતાં પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ હાથ ધરી છે.

રાજયની વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનો કિસ્સો સામે આવતા આ મામલે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. અને સાયબર ક્રાઇમની ટીમે ફોન પે જેવી બેન્ક ખાતાની વિગતો દ્વારા હરિયાણાથી બે શખસોની ધરપકડ કરી હતી. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘના ફોટો અને નામનો ઉપયોગ કરી સાયબર માફીયાઓ દ્વારા ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી ઉપરોક્ત મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવી હતી.

(10:48 pm IST)