Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજપીપળાના મોદી પરિવારના જનકભાઈ મોદીએ પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું

વોર્ડ નંબર ૧ માં અપક્ષ ઉમેદવારી કરી,ધમાકેદાર ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ :જીતવાની સંપૂર્ણ ગણતરી સાથે મેદાનમા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નગર પાલિકા 7 વોર્ડમાં 28 બેઠકો માટેની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે ત્યારે આ વર્ષે અપક્ષ ઉમેદવારોએ ઉભા રહીને પાલિકાનો વહીવટ સુધારવા કમર કસી છે જેમાં સૌથી અગ્રેસર નામ એવા વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર તરીકે જનકભાઈ મોદીએ ઘણા સેવાકીય કર્યો કર્યા છે છતાં ક્યારેય રાજકારણમાં નહિ આવવા માંગતા પાલિકામાં વધતા ભૂખ ભય અને ભ્રષ્ટ્રાચારને લઈને તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. હવે વોર્ડ 1 માં મતદારોનો ઉત્સાહ વધ્યો છે અને તેમને ખુબ મોટું સમર્થન મળી રહ્યું હોવાનું લોકચર્ચમાં જાણવા મળ્યું છે.

જનકભાઈ મોદીની વાત કરીયે તો તેમના મોટાભાઈ રાજ મોદી પોતે ઝિમ્બાબ્વે સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હાલમાં છે. અને ત્યાં વિદેશમાં પણ જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. રાજપીપલામાં જનકભાઈ મોદીના સહયોગથી સાંઈ માનવ સેવા ગ્રુપ ચાલી રહ્યું છે જેમને અનેક જરૂરિયાત મંદોની સેવા કરી છે.
અગાઉ રાજપીપલા ઇન્ડિયન રેડક્રોસ બેન્ક માં બ્લડ કલેકશન માટે એક બસ પણ ભેટ તરીકે આપી હતી ત્યારે કોરોના મહામારીના લોકડાઉનમાં તેમણે ગરીબને  ઘણી મદદ કરી છે આવા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા જનકભાઈ મોદી પાસે રાજપીપલા નગર પાલિકા નો કાર્યભાર હોય તો આર્થિક રીતે ભાંગી પડેલી નગરપાલિકા માં મોટો બદલાવ આવી શકે તેમ કહી શકાય. પાલિકાની ચૂંટણીમાં જનકભાઈને ખુબ મોટું સમર્થન મળી રહ્યું છે માટે તે આ સમર્થનના હિસાબે પોતે જીતનો દાવો કરી રહ્યા છે.

 સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિઓ રાજકારણમાં આવે તે સમયની માંગ છે જે પ્રજા સમજી ચુકી છે અને આમ થાય તોજ જનહીત જળવાશે.

 જે પ્રતિનિધિ પગાર અને પેન્શન વગર સેવા કરે તેજ પ્રજાના પ્રતિનિધિ કહેવાય અને આવા સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિઓ રાજકારણમાં આવે તોજ ભારતમાતા પરમ વૈભવના શિખરે પહોંચે અન્યથા" પાણીનું નામ ભૂ"

(11:46 pm IST)