Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં 123 ફોર્મ માન્ય જ્યારે 21 ફોર્મ અમાન્ય થયા

21 ફોર્મ અમાન્ય,123 ફોર્મ માન્ય થયા છે, 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના ,12 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે આપના તથા 1 બીટીપીના ઉમેદવાર નું માન્ય રહ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં સદસ્યોની નિમણુંક માટે આગામી 28 તારીખે ચૂંટણી યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ માટે 144 ફોર્મ ભરાયા હોય આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, પ્રાંત અધિકારી સહ ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી હાથ ધરી હતી જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે જયારે 123 ફોર્મ માન્ય રહેવા પામ્યા છે જેમાં 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના ,12 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે આપ ના તથા 1 બીટીપીના ઉમેદવારનું માન્ય રહ્યું છે ,અપક્ષોનો દબદબો હોય એમ કુલ 80 અપક્ષ ઉમેદવારો હજી પણ મેદાનમાં છે

મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલલો દિવસ છે ત્યારબાદ રાજપીપળા નગરપાલિકામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોને ચિન્હ અને અનુક્રમ નંબર ફાળવવામાં આવશે, તંત્ર દ્વારા આ વખતે ઈવીએમ અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે દરેક મતદારે ચાર મત  કે તેથી ઓછા અથવા નોટાનો ઉપયોગ કરી મતદાન કરવાનું છે.તેમ ચુંટણી અધિકારી કે.ડી ભગતે જણાવ્યું હતું.

(12:00 am IST)