Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વિકાસ સહાયના પગલે પગલે કેન્દ્રીય ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અતુલ કરવલ અને પ્રવિણ સિંહાને ડી.જી. બઢતી

કેન્દ્ર સરકારે રાજય સરકાર પહેલા ગુજરાત કેડરના બને અધિકારીઓને ડી.જી. પદે ઇમ્પેનલ્ડ હુકમ કરેલ

રાજકોટ :  રાજય પોલીસ તંત્રના સીનીયર આઇપીએસ કક્ષાના અધિકારી વિકાસ સહાયને ડીજીપી તરીકે બઢતી આપતો હુકમ કર્યાના પગલે પગલે અંતે કેન્દ્રીય ડેપ્યુટેશન પર ફરજ બજાવતા સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ અકાદમીના વડા અતુલ કરવલ અને સીબીઆઇના વડા પ્રવિણ સિંહાની ડી.જી. પદે બઢતી આપતો હુકમ કર્યો છે.

મુળ ગુજરાત કેડરના અતુલ કરવલ અને પ્રવિણસિંહાને ગુજરાત સરકાર પહેલા જ કેન્દ્ર દ્વારા ડી.જી. પદે એમપેનલ્ડ કરી દેવામાં આવ્યા છે તે બાબત જાણીતી છે.

રાજય સરકાર દ્વારા અતુલ કરવલ અને પ્રવિણ સિંહાથી જુનીયર એવા ૧૯૮૯ બેચના વિકાસ સહાયને બઢતી આપ્યાના પગલે તેમના બન્ને સીનીયરોને પણ બઢતી આપવામાં આવી છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વિકાસ સહાયને અપાયેલી બઢતી બાદ એપ્રિલ માસમાં હાલના એસીબી વડા કેશવકુમાર નિવૃત્ત થશે. સમયે સુરતના પોલીસ કમીશનર અજયકુમાર તોમર અને સીઆઇડી ક્રાઇમના એડી ડીજીપી કક્ષાના અનીલ પ્રથમને પણ ડીજીપી પદે બઢતી અપાશે.

(10:30 pm IST)