Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સીઆઇડી ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક : બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

ડીજીપી ટી એસ બિસ્તનું ટ્વિટર એકાઉન્ટ હેક : હેકર એકાઉન્ટ હેક કરી વેબસાઇટની લીંક મૂકી

રાજકોટ રેન્જ આઇજી અને વડોદરા શહેર પોલીસ કમિશનરના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા બાદ હવે ચાર જ દિવસમાં સાયબરક્રોક્સે ગુજરાત સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી ટી એસ બિશટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું.

કોઈ સાયબર માફિયા દ્વારા તેમના એકાઉન્ટને હેક કરીને બમણી કમાણી કરવાની આપી લાલચ આપતી વેબસાઇટને બિશટના એકાઉન્ટમાંથી રીટ્વીટ કરી છે. આ સાથે, એક સંદેશ મૂકવામાં આવ્યો હતો, જેમાં લખ્યું છે કે, "મારા પ્રશંસકો માટે મારી પાસે કંઈક વિશેષ છે. નીચેની બધી માહિતી છે. (કોપી URL અને પેસ્ટ). "સાયબર નિષ્ણાતો અને સી.આઈ.ડી. (ક્રાઇમ) ના સાયબર સેલ અને સિટી ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે જો કોઈ વેબસાઇટ પર ક્લિક કરે છે, તો તેની સિસ્ટમ, લેપટોપ, ડેસ્કટોપ અથવા સેલફોનને હેક થઇ શકે છે. અને તેની મિરર ઈમેજ સાયબરક્રોક્સ તેમની સિસ્ટમ પર મેળવી શકેછે.

સીઆઈડી (ગુના) ના સાયબર સેલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બદમાશો લાખોમાં છેતરપિંડી કરી શકે છે. હેકર દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો છે કે, જો આ વેબસાઇટને યોગ્ય પ્રમોશન મળશે તો લોકોને તેમની આવક બમણી કરવાની તક મળશે અને તેઓ બીટકોઇન્સ પણ જીતી શકે છે.

(11:40 am IST)