Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ધરમપુર પોલીસે શંકાસ્પદ ચોરીના વાયરો સાથે 3 ને પકડી પાડ્યા

ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇ, કોન્સ્ટેબલ અશ્વિન દિનેશ, રાહુલ વસન, ઘનશ્યામ આલા અને પ્રમોદ આનંદે ભંગારિયાઓને પકડી પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ધરમપુરમાં રાત્રી દરમિયાન સતત પેટ્રોલિંગ કરનારી પોલીસે શંકાસ્પદ ચોરીના એવા વીજ કંપનીના વાયરો લઇ જતા 3 ભંગારિયાઓને પકડી પાડ્યા છે. જેમની પાસેથી તેમણે રૂ. 30 હજારના વાયરો કબજે લીધા છે.

ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇ, કોન્સ્ટેબલ અશ્વિન દિનેશ, રાહુલ વસન, ઘનશ્યામ આલા અને પ્રમોદ આનંદે મિલકત સંબંધિત ગુનાઓના ડિટેક્શન માટે હાથ ધરેલા પેટ્રોલિંગમાં ધરમપુર વિસ્તારમાંથી દિલીપ રમાશંકર કુર્મી, શ્યામલાલ રાજારામ પટેલ બંન રહે ધરમપુર હાલ યુપી અને જમનાલાલ ઉદયલાલ ગાડારી રહે ધરમપુર મૂળ રાજસ્થાનને પકડી તેમની પુછતાછ કરી તલાસી લીધી હતી. તેમની પાસેથી પોલીસને 30 હજારની કિંમતના વીજ કંપનીના તાંબાના અને એલ્યુમિનિયમના વાયરોનો જથ્થો મળી આવ્યો હતો. જેને પોલીસે કબજે લઇ તેમની અટકાયત કરી પુછતાછ હાથ ધરી છે.

(1:33 pm IST)