Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હાર્દિક પટેલ કાલે ૪ સભા ગજવશે

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના આગમનથી કોંગ્રેસમાં જુસ્સો વધશે

રાજકોટ, તા., ૧૬: રાજકોટ મહાનગર પાલીકા ચુંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને જુદાજુદા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ પુર બહારમાં થઇ રહયો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્ર્દિક પટેલ કાલે રાજકોટમાં એક સાથે  ચાર જાહેરસભા સંબોધશે.

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું કાલે બપોરે રાજકોટમાં આગમન થયા બાદ કાલે સાંજે ૬ વાગ્યે વોર્ડ નં. ૪ ના સેટેલાઇટ ચોક, સામાકાંઠા વિસ્તારમાં બે જાહેરસભા સંબોધશે. જેમાં બીજી જાહેરસભા પેડક રોડ ઉપર સાંજે ૭ વાગ્યે સંબોધશે. આ સભામાં વોર્ડ નં. પ અને ૬ના વિસ્તારોને આવરી લેવામાં આવશે.

જયારે રાત્રીના ૮ વાગ્યે વોર્ડ નં. ૮ અને ૧૩ના વિસ્તારોને આવરી લઇને માયાણી ચોક, રાજનગર પાસે જાહેરસભા સંબોધશે. જયારે રાત્રીના ૯ વાગ્યે વોર્ડ નં. ૧૧ અને ૧રના વિસ્તારોને આવરી લઇને મવડીથી અંદર, બાપા સીતારામ ચોક ખાતે હાર્દિક પટેલ જાહેરસભા સંબોધશે.

હાર્દિક પટેલના આગમનને લઇને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં જુસ્સો છવાયો છે.

(3:15 pm IST)