Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ડીજી તરીકે બઢતી પામેલ વિકાસ સહાય અને અતુલ કરવલ તથા પ્રવીણ સિંહા ગુજરાત ગૌરવરૂપ અધિકારીઓ છે

રાજકોટ તા.,૧૬ :  જેની લાંબા સમય થયા આઇપીએસ અધિકારીઓ રાહ જોતા હતા તેવા ડીજી લેવલે બઢતી હુકમો બહાર પાડ્યા છે. કરાય ખાતેની અકાદમી વડા વિકાસ સહાયને ડીજીપી પદે હુકમ કરવા સાથે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અતુલ કરવલ ડિરેકટર ઓફ સરદાર વલ્લભભાઈ નેશનલ અકાદમી તથા સીબીઆઈ ઇન્ચાર્જ વડા પ્રવીણ સિંહને પણ તેઓની સિનિયોરીટી ધ્યાને લઇ બઢતી આપી છે.                                              

નવાઈની બાબત એ છે કે અતુલ કરવલ અને પ્રવીણ સિંહા ને કેન્દ્ર દ્વારા ડીજી લેવલે એમપેનલડ રાજ્ય સરકાર બઢતી આપે તે પહેલાં જ કાર્યવાહી કરવામાં આવી છે.             

 અત્રે યાદ રહે કે ડીજી પદે જેવોને બઢતી આપવામાં આવી છે તે ત્રણેય અધિકારીઓ ખૂબ સ્વચ્છ છબી ધરાવતા ગુજરાત ગૌરવ સમા અધિકારીઓ છે.અતુલ કરવલ તથા પ્રવીણ સિંહા ૧૯૮૮ બેચ તથા વિકાસ સહાય ૧૯૮૯ બેચ્ અફસર છે                                               

 આ બેચમાં અર્થાત્૧૯૮૯ બેચમાં સીઆઈડી ક્રાઇમ એડી.ડીજી અનિલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર નો સમાવેશ છે.ઉકત આઇપીએસ અધિકારીઓ ને એપ્રિલ અંત સુધી રાહ જોવી પડશે  .કેશવ કુમાર નિવૃત્ત થયે ઉકત બન્ને ડીજીપી લેવલે બઢતી પામશે.આઇપીએસ લેવલે બીજી આતુરતા એ છે કે મે માસમાં અજય કુમાર તોમર ડીજી બનશે તે સમયે તેવો ને સુરત પોલીસ કમિશનર પદે થી બદલશે કે પછી આ સ્થાન ડીજી લેવલનું થશે? આ પ્રશ્ન હોટ ટોપિક એટલા માટે છે કે મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ માટે અમદાવાદ માફક સુરત સીપી થવાની ખાનગીમાં તમન્ના હોય છે.

(3:56 pm IST)