Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુંબઇમાં ઇવેન્‍ટના નામે 6 બહેનપણીઓ સાથે આવેલ યુવતિ ઉપર વેલેન્‍ટાઇન ડેની રાત્રે ઉજવણીના બહાને 3 યુવકોએ દારૂ પીવડાવીને દુષ્‍કર્મ આચર્યુઃ 2 ની ધરપકડ

અમદાવાદઃ મુંબઈથી 19 વર્ષીય યુવતી તેની 6 બહેનપણીઓને લઈને અમદાવાદ ઇવેન્ટનાં કામે આવી હતી. વેલેન્ટાઇન ડેની રાત્રે ઉજવણીના બહાને યુવતીના 3 મિત્રોએ ચિક્કાર દારૂ પીવડાવતા તે સુઈ ગઈ હતી. બાદમાં 2 મિત્રોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતુ. અંગે નારોલ પોલીસે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી હતી. યુવતીની ફરિયાદ લઇ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

મુંબઈમાં રહેતી 19 વર્ષીય સીતા(નામ બદલ્યું છે) ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. તે ઇવેન્ટમાં કામ કરે છે. કેટરિંગનાં ઇવેન્ટમાં કામ કરવા માટે મુંબઈથી 13 ફેબ્રુઆરીએ રેલવેમાં તેની અન્ય 6 બહેનપણીઓ સાથે અમદાવાદ આવી હતી. જ્યાં તેને તાનિયા, સાહિલ, અને તસ્કિલ નામના મિત્રો મળ્યા હતા. શખ્સો તેને નારોલ આકૃતિ ટાઉનશિપમાં એક ફ્લેટમાં રહેવા માટે લઇ ગયા હતા. 13 અને 14 ફેબ્રુઆરીએ ફલેટમાં આરામ કર્યો હતો. 14મી વેલેન્ટાઇન ડે ની રાત્રિએ સાહિલ, તસ્કીલ અને તાનિયા સાથે સીતાએ પણ દારૂ પીધો હતો.

નશો વધુ થઈ જતા બેડરૂમમાંથી બહારના રૂમમાં તેઓ દારૂ પીવા માટે આવી ગયા હતા, જ્યાં સીતાની અન્ય બહેનપણીઓ હતી. દરમિયાનમાં વેલેન્ટાઇન ડે હોવાથી મ્યુઝિક વગાડી તાનિયા નાચવા લાગી હતી. દરમિયાનમાં વધુ દારૂ પીધો હોવાથી સીતા બહાર સોફા પર સુઈ ગઈ હતી. ત્યારબાદ વેજલપુરનો સાહિલ શેખ, શાહપુર નો મોન્ટુ ઉર્ફે તસ્કિલ સકિલુદ્દીન કુરેશી સીતાને ઉપાડી બેડરૂમમાં લઈ ગયા અને ત્યાં બંનેએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

રાત્રે 12.30 વાગ્યે નશો ઉતરતા સીતા ઉઠી ગઈ હતી. તેની અન્ય બહેનપણીને પૂછતા જણાવ્યું હતું કે, રાત્રે તું નશામાં હતી ત્યારે તને બેડરૂમમાં મોન્ટુ અને તસ્કિલ લઈ ગયા હતા. બાદમાં પહેલા સાહિલ બાદમાં મોન્ટુ અને બાદમાં સુરતની તાનિયા ઉર્ફે તસ્લીમ જાવેદ દાનાવાલા ગયા હતા. 3 મિત્રોએ વેલેન્ટાઈન ડેની ઉજવણીના નામે દારૂ પીવડાવી રેપ કરતા તે પરત મુંબઈ જવા નીકળી હતી. સમયે તે મોડી રાતે ફ્લેટ નીચે સમાન લઈ આવી રડતી હોવાથી ફલેટના રહીશોને ઘટનાની જાણ થઈ હતી. ફલેટના રહીશોએ મોન્ટુ અને તાનિયાને પકડી પાડયા હતા જ્યારે સાહિલ ભાગવામાં સફળ રહ્યો હતો.

અંગે નારોલ પોલીસ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. નારોલ પીએસઆઇ અમલિયારે જણાવ્યું હતું કે, સાહિલ ની ગર્લફ્રેન્ડ તાનિયા સાથે મળી દુષ્કર્મ ને અંજામ આપ્યો છે. સાહિલ ફરાર છે તાનિયા અને મોન્ટું નાં કોરોના ટેસ્ટ બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

(5:27 pm IST)