Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરામા બાઈક પર વિદેશી દારૂ લઈને જતા બે કેરિયરને પોલીસે ઝડપી 82 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા:સ્કૂટર પર વિદેશી દારૃ લઇને આવતા બે કેરિયરને  પોલીસે વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી પાસેથી ઝડપી પાડી ૮૨ હજાર ઉપરાંતનો  મુદ્દામાલ કબજે  કર્યા  છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વાઘોડિયા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,એક આરોપી સ્કૂટર પર બે થેલામાં વિદેશી દારૃ ભરીને પસાર થનાર છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી  હતી.તે દરમિયાન એક શખ્સ સ્કૂટર લઇને શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેને ઉભો રાખી તપાસ કરતા થેલામાંથી વિદેશી દારૃની ૩૨ બોટલો મળી આવી  હતી.જેથી,પોલીસે સ્કૂટર પર બેસેલા (૧) આકાશ ઉર્ફે અક્કુ રાજુભાઇ વસાવા (રહે.ધોબી તળાવ  પાસે,બાવચાવાડ,પાણીગેટ) તથા (૨) અતુલ ઉર્ફે સુજલ ઉર્ફે બોબડો ધર્મેશભાઇ કહાર (રહે.રામગઢ મહોલ્લો,બાવચાવાડ,પાણીગેટ)ની સામે  પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૃ ,મોબાઇલ ફોન તથા સ્કૂટર મળીને કુલ રૃપિયા ૮૨,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(6:01 pm IST)