Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા પરિવારના ઘરમાં ઘુસી તસ્કરોએ 10 તોલાના દાગીનાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના પાણીગેટ બાવચાવાડમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પરિવારના ઘરમાં ઘુસીને ચોર ૧૦ તોલાના સોનાના દાગીના લઇ ગયો  હતો.જે અંગે વેપારીએ એક મહિના પછી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાણીગેટ બાવચાવાડમાં રહેતા કનૈયાલાલ અમરિષભાઇ કહાર સોમાતળાવ ચાર રસ્તા પાસે મચ્છીનો ધંધો કરે છે.તેમને બે પત્ની છે.પ્રથમ પત્ની કિશનવાડીમાં એકલી રહે છે.જ્યારે બીજી પત્ની તેમની સાથે રહે છે.ગત તા.૧૦ મી જાન્યુઆરી ના રોજ કનૈયાલાલ પરિવાર  સાથે રાજપીપળા સામાજિક પ્રસંગમાં સોનાના દાગીના પહેરીને ગયા હતા.અને બીજા દિવસે સવારે નવ વાગ્યે પરત આવી ગયા હતા.ઘરે આવ્યા પછી પરિવારે પહેરેલા દાગીના એક પ્લાસ્ટિકના ડબામાં મુકી દીધા હતા.દાગીના વાળો ડબો કનૈયાલાલે માતાજીની ચુંદડીમાં બાંધીને ધાબાના છતના હુકમાં ભેરવીને મુકી દીધો હતો.ઉતરાયણના તહેવારમાં દાગીના પહેરવા માટે  ડબો નીચે ઉતારી તપાસ કરતા તેમાંથી દાગીના ગાયબ હતા.આ દાગીના કોઇ ચોર લઇ ગયો હોવાનું જણાઇ આવ્યુ હતું.ત્યારબાદ ધંધાની વ્યસ્તતાના કારણે કનૈયાલાલે ફરિયાદ કરી નહતી.ચોરી અંગે તેમને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી.જેમાં સાત તોલાનો સોનાનો ડબલ હાર તેમજ ત્રણતોલાનો રજવાડી ટાઇપનો હાર ચોર લઇગયા હોવાનુ જણાવ્યુ હતું.

(6:02 pm IST)