Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરા:નંદેસરી જી.આઈ.ડી.સીમા આવેલ પાનોલીમાં વેલ્ડીંગનું કામ કરતા આધેડ શ્રમજીવી 10 ફૂટ ઉંચેથી નીચે પટકાતા ગંભીર ઇજાથી મોત

વડોદરા:નંદેસરી જી.આઇ.ડી.સી.માં આવેલી પાનોલી કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા આધેડ વયના શ્રમજીવી ૧૦ ફૂટ ઊંચેથી નીચે પડતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ હતું.પોલીસની  પ્રાથમિક તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરે કામદારોની સુરક્ષાની કોઇ વ્યવસ્થા રાખી નહતી.જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,નંદેસરી ગામમાં રહેતા ૫૦ વર્ષના સુરેશભાઇ હઠીસિંહ પરમાર નંદેસરી જી.આઇ.ડી.સી.ની પાનોલી કંપનીમાં કોન્ટ્રાક્ટ  પર વેલ્ડિંગનું કામ કરતા  હતા.આજે સવારે સાડા દશ વાગ્યે સુરેશભાઇ કંપનીમાં અન્ય કામદારો સાથે ૧૦ ફૂટ ઊંચે પાઇપનું વેલ્ડિંગ કામ કરતા હતા.તે દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ નીચે પડયા હતા.અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત સુરેશભાઇને સારવાર માટે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ,ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ હતુ.

(6:02 pm IST)