Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વડોદરા:સાવલી તાલુકાના મુવાલ ગમે 35 વર્ષીય શ્રમજીવી યુવાનનો મૃતદેહ ભેદી સંજોગોમાં કુવામાંથી મળી આવતા ચકચાર મચી જાવા પામ્યો

સાવલી:તાલુકાના મુવાલ ગામે રહેતો ૩૫ વર્ષનો શ્રમજીવી યુવક ત્રણ મહિના પૂર્વે ઘરેથી રહસ્યમય રીતે જતો રહ્યો હતો.ગઇકાલે તેની લાશ એક ખેતરના કૂવામાંથી મળી આવી હતી.સાવલી પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલે ઘટના સ્થળે જઇ લાશ બહાર કાઢી હતી.અને પરિવારજનો પાસે લાશની ખરાઇ પણ કરાવી હતી.પરંતુ,લાશ ડિકમ્પોઝ થઇ ગઇ હોય તેના વારસોની ખાત્રી કરાવવા માટે ડી.એન.એ.ટેસ્ટ પણ પોલીસે કરાવ્યો છે.

ગઇકાલે સાવલી તાલુકાના મુવાલ ગામે નવી નગરી વિસ્તારના નીલગીરીવાળા ખેતરમાંથી ગાય ભેંસ ચરાવવા જતા ગોપાલકોને ખેતરના કૂવામાં લાશ જેવુ દેખાતા ગામના સરપંચને જાણ કરી હતી.ગામના સરપંચે બનાવની જાણ સાવલી પોલીસને કરી હતી.સાવલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઇએ ઘટના સ્થળે જઇને કૂવામાંથી લાશ બહાર કઢાવી હતી.લાશ બહાર  કાઢ્યા પછી તે લાશ ગામના મડિયાની હોવાની શંકા ત્યાં ઉપસ્થિત લોકોને થઇ હતી.ગામજનોએ મડિયા ઉર્ફે ગોપાલ રામાભાઇ નાયકના ભાઇને જાણ કરી  હતી.તેના ભાઇએ પણ આ લાશ ગોપાલની જ  હોવાની શંકા વ્યક્ત કરી હતી.પરંતુ,લાશ એટલી હદે ડિકમ્પોઝ થઇ  ગઇ હતી કે,તેની ઓળખ કરવું અત્યંત મુશ્કેલ હતું.પોલીસે ગોપાલની પત્નીને બોલાવી હતી.ગોપોલની પત્નીએ લાશના કપડાના આધારે તે પોતાનો  પતિ હોવાનું જણાવ્યું હતુ.

(6:03 pm IST)