Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સુરતના પાંડેસરામાં ડાઇંગ મિલમાં કામ કરતી વેળાએ મશીનમાં માથું આવી જતા શખ્સનું ઘટના સ્થળેજ મોત

સુરત:પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં કામ કરતી આજે સવારે એક કામદારનું ડ્રમ વોશિંગ મશનમાં માથું આવી જતા તેને ગંભીર થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના અંગે જાણ થતા મૃતકના પરિવારજનો તેમજ સગા સંબધી મિલ ખાતે ધસીને વળતરની માંગણી કરી હોબાળો કરવા લાગ્યા હતા. તેમજ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા જેને કારણે બે- અઢી કલાક સુધી મૃતદેહ ત્યાંજ પડી રહ્યો હતો

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ મારુતિનગરમાં રહેતા 40 વર્ષીય સુરેશ રામસખા પટેલ આજે સવારે પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં ડ્રમ વોશિંગ મશીન પર કામ કરતા હતા ત્યારે તેમનુ માથું મશીનમાં આવી ગયું હતું. જેને કારણે તેને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. બીજી બાજુ આ અંગે યુવકના પરિવારજનો તેમજ સગા સબંધીઓ જાણ થતા થોડા સમયમાં મિલ ખાતે ભેગા થઇ ગયા હતા અને વળતરની માગ કરવાની સાથે હોબાળો કરવા લાગ્યા હતા.એટલુંજ નહીં પરિવારજનોએ વળતરની માંગને લઈ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા ભારે હંગામો થયો હતો. 

(6:03 pm IST)