Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વસો તાલુકાના દેગામમાં બળાત્કારના ગુનાહના આરોપીને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

વસો: તાલુકાના દેગામમાં રહેતા અજયભાઇ ઉર્ફે પકો ઉર્ફે બોચી નવઘણભાઇ ઠાકોરે આજથી નવ મહિના પહેલા  ગત તા.૨૯-૩-૨૦૨૦ ના રોજ  નડિયાદ તાલુકાના ડભાણ ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાછળ હાથનોલી રોડ વિસ્તારમાંથી સગીર વયની દિકરીને લલચાવી.ફોસલાવી, ભગાડી ગયો હતો.વળી આરોપી અજયભાઇએ સગીરાને હરીયાળા ગામ વચ્ચે આવેલ વાત્રક નદીના પટ્ટમાં ગાંડા બાવળની ગુફા જેવુ બનાવ્યુ હતુ.જ્યા સગીરાને તેર દિવસ સુધી સંભોગ કર્યો હતો.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી હતી.આજરોજ આ કેસ નડિયાદ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધવલ આર.બારોટે કુુલ તેર જેટલા દસ્તાવેજી પૂરાવા અને નવ સાક્ષીઓની જૂબાની રજૂ કરી કોર્ટમાં ઉગ્ર દલીલો કરી હતી.જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને વિવિધ કલમો હેઠળ તકસીરવાન ઠેરવ્યો હતો.

કોર્ટે આરોપી અજયભાઇને ઇ.પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂા. ૧૦, ૦૦૦ દંડ,દંડ ની રકમ ન ભરે તો વધુ છ માસની સખત કેદ,ઇ.પી.કો કલમ ૩૬૬ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એન) ના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ની રકમ ન ભરે તો વધુ છ માસની કેદ,પોકસો એકટની કલમ (૩)એ સાથે વાંચતા કલમ ૪ ના ગુનામાં દસ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ની રકમ ન ભરે તો છ માસની સાદી કેદની સજા,પોકસો એકટની કલમ ૫(એલ) સાથે વાંચતા કલમ ૬ ના ગુનામાં દસ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડની રકમ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફરમાવી છે.ભોગ બનનારને વળતર પેટે રૂા.૧,૦૦,૦૦૦ તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

(6:04 pm IST)