Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજ્યમાં કોરોનાની ગતિ સ્થિર : વધુ ૨૭૧ દર્દીઓ સ્વસ્થ થયા : નવા ૨૬૩ પોઝિટિવ કેસ નોંધાયા : આજે વધુ એક દર્દીનું મૃત્યુ નોંધાયું : કુલ મૃત્યુઆંક 4402 : કુલ ૨,૫૯,૬૫૫ લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ ૫,૨૯૩ લોકોને રસી અપાઈ : કુલ ૮,૦૧,૯૧૨ લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 53 કેસ, અમદાવાદમાં 56 કેસ, સુરતમાં 49 કેસ, રાજકોટમાં 32 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, જૂનાગઢમાં 4 કેસ, કચ્છમાં 6 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં ૧૬૯૯ એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ૨૬૩ નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ ૨૭૧ દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સ્થિર રહી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૫૯,૬૫૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. સાથે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 4402 થયો છે અને રાજ્યમાં રિકવરી રેટ 97.70 % થયો છે

રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે ૩૫૫ કેન્દ્રો ઉપર વધુ ૫,૨૯૩ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮,૦૧,૯૧૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલ ૧૬૯૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૩૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે ૧૬૬૯ દર્દીઓ સ્ટેબલ છે.

(7:22 pm IST)