Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ૨૧૯બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલ્‍યું : કડી તથા ઉના પાલીકામાં ભાજપનો ભગવો લહેરાયોજી.પં.માં ૨૪ , તા.પં.માં ૧૧૦, પાલીકા ની ૮૫ બેઠકો બિનહરીફ

ગાંધીનગર : રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ૨૧૯બેઠકો ઉપર ભાજપનું કમ ખીલ્‍યું  : કડી તથા ઉના પાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો

આગામી 28મી ફ્રેબુઆરીના રોજ યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસ સુધીમાં જ ભાજપે 219 બેઠકો બિનહરીફ થઇ છે. તેમાંથી જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયતની 110 તથા નગરપાલિકાની 85 બેઠકોનો સમાવેશ થાય છે. તેમાંય કડી તથા ઉના નગરપાલિકામાં તો ભાજપનો ભગવો લહેરાયો છે. આમ મતદાન પહેલાં જ ભાજપનુ કમળ ખીલી ઊઠતાં ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે.

ગુજરાતની છ મહાનગરપાલિકાના 349 વોર્ડની 9050 ઉમેદવારોની ચૂંટણી આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ યોજાવાની છે. બીજા તબક્કામાં 31 જિલ્લા પંચાયતની 980, 231 તાલુકા પંચાયતની 4774 અને 81 નગરપાલિકાની 2720 એમ કુલ મળીને 8474 બેઠકોની ચુંટણી આગામી તા. 28મી ફ્રેબુઆરીના રોજ યોજાવાની છે. આ ચૂંટણીમાં 13મી ફ્રેબુઆરી ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. તે દિવસે ભાજપે બે જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયત તથા 9 નગરપાલિકાની બેઠકો બિનહરિફ થવા પામી હતી. જયારે 15મી ફ્રેબુઆરીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ભાજપની 7 જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની બેઠકો બિનહરીફ થઇ હતી. તેમાંય વળી આજે 16મી ફ્રેબુઆરીના રોજ ઉમેદવારી પત્રો પાછાં ખેંચવાના છેલ્લાં દિવસે ભાજપની જિલ્લા પંચાયતમાં વધુ 15 બેઠકો, તાલુકા પંચાયતની 83 અને નગરપાલિકાની 70 બેઠકો બિનહરીફ થઇ હતી. તે જ રીતે યોજાનારી પેટા ચૂંટણીમાં 15મી ફ્રેબુઆરીના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી વખતે તાલુકા પંચાયતની 1 અને 16મીના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લાં દિવસે 2 બેઠકો બિનહરીફ થઇ હતી.

અત્યાર સુધીમાં 24 જિલ્લા પંચાયત, 110 તાલુકા પંચાયત અને 85 નગરપાલિકાની બેઠકો બિનહરીફ થઇ જવા પામી છે. તેમાંય વળી મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 26 બેઠકોમાં અને ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 21 બેઠકોમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. આમ કડી અને ઉના નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. આમ ચૂંટણીના મતદાન કે પરિણામ પહેલાં જ ભાજપનો ભગવો લહેરાવવા લાગ્યો છે.

(8:37 pm IST)