Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અમદાવાદની સિવિલ મેડિસીટીની મહિલા અને બાળ રોગ મલ્ટીસ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલ પુન: શરૂ હોસ્પિટલને સંપૂર્ણ પણે જંતુરહીત ઇન્ફેક્શનમુક્ત કરવા માટે સેનિટાઇઝ કરી

વર્તમાન કોરોનાની સ્થિતિ જોતા 1200 બેડની હોસ્પિટલ પુન: કાર્યરત કરવા નિર્ણય લીધાનું જાણાવતા સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી.મોદી

અમદાવાદ : અમદાવાદની સિવિલ મેડિસીટીની મહિલા અને બાળ રોગ મલ્ટીસ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલ પુન: શરૂ કરવામાં આવી છે.

સિવિલ મેડિસીટીમાં આવેલી મહિલા અને બાળ રોગ મલ્ટી સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. 1200 બેડ હોસ્પિટલને મહિલાઓ અને બાળકોની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા વિધિવત રીતે આરંભ કરાવવામાં આવ્યો છે. Civil Hospital

હવેથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવતી મહિલાઓ અને બાળકો નિર્ભિકપણે ફરીથી 1200 બેડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે Hospital

1200 બેડ હોસ્પિટલને સંપૂર્ણપણે જંતુરહીત, ઇન્ફેક્શનમુક્ત કરવા સેનેટાઇઝ કરી સાફ-સફાઇ કરાવીને સામાન્ય દર્દીઓની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે. Hospital

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી હતી. 19મી માર્ચ 2020ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો જે દર્દીને સિવિલ હોસ્પિટલના ડી-9 આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો.  દર્દીની સંખ્યામાં વધારો થતા 7મી એપ્રિલ 2020ના રોજ 1200 બેડ હોસ્પિટલ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ રૂપાંતરીત કરીને દર્દીઓની સારવાર માટે કાર્યરત કરાવવામાં આવી હતી.

કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 70 હજારથી વધુ દર્દીઓએ સારવાર મેળવી હોવાનું સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી.મોદીએ જણાવી વધુમાં ઉમેર્યુ કે કોરોનાગ્રસ્ત દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ જોતા 1200 બેડ હોસ્પિટલને પુન: કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 1200 બેડ હોસ્પિટલમાં 200 જેટલા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદા રાખીને અન્ય ભાગને મહિલાઓ અને બાળરોગની સારવાર માટે પુન:ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

આજે 1200 બેડ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલના એડીશનલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોષી, તમામ વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ અને સફાઇકર્મીઓએ ઉત્સાહપૂર્વક વિધિવત રીતે હોસ્પિટલના શુભારંભ પ્રસંગે જોડાઇ એકજુથ થઇ દર્દીનારાયણની સેવા-શુશ્રુષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. Civil Hospital

કોરોનાના ઘટતા જતા પ્રભાવને ધ્યાનમાં લઈને 1200 બેડની કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાંથી મહિલા અને બાળકોની સારવાર માટે પુન: શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ સારવાર લઈને સાજા થઈને સુખરૂપ ઘરે પરત ફરે તે માટે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. તેમાં સુપ્રીટન્ડન્ટ ડો. જે.વી.મોદી કથામાં પૂજાવિધિ કરી હતી. Hospital

સિવિલ હોસ્પિટલમાં હાલ 32 કોરોનાના દર્દીઓ છે. વેન્ટિલેટર પર એકપણ દર્દી નથી.આ કોરોનાના દર્દીઓ માટે O બ્લોકમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અન્ય દર્દીઓને ચેપ ના લાગે તે માટે બન્ને હોસ્પિટલ વચ્ચે પાર્ટીશન ઉભું કરી દેવામાં આવ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રીટન્ડન્ટ ડો. જે. વી. મોદીએ જણાવ્યું છે.

(8:57 pm IST)