Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજ્યના LIC કર્મચારીઓને ચૂંટણીકાર્યમાં જોડાવા સામે હાઈકોર્ટમાં રિટ

LICના કર્મચારીઓ સ્ટેચ્યુટરી કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે ચૂંટણી પંચ તેઓને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવી શકે નહીં

 અમદાવાદ: રાજ્યના LIC કર્મચારીઓને ચૂંટણીકાર્યમાં જોડાવા સામે હાઈકોર્ટમાં  અરજી દાખલ દાખલ કરવામા આવી છે.

અમદાવાદ: રાજ્યના LIC કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવવાના ગુજરાત ચૂંટણી પંચના આદેશને રદને જાહેર કરાવવા માટે લાઈફ ઇન્સ્યોરેન્સ કોર્પોરેશન (LIC) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે રાજ્યના LIC કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી દરમિયાન હાજર રહેવા જણાવ્યું છે. Gujarat High Court 

ગુજરાતના ચૂંટણી પંચના આદેશ સામે LIC દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ પાઠવી આ મુદ્દે 17મી ફેબ્રુઆરી સુધી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. અરજદારના એડવોકેટ મૌલિક શેલત જણાવ્યું હતું કે LICના કર્મચારીઓ સ્ટેચ્યુટરી કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે અને રાજ્યનો ચૂંટણી પંચ તેમને રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇલેક્શન ડ્યુટી માટે બોલાવી શકે નહિ.

LIC કર્મચારીઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇલેક્શન ડ્યુટી બોલાવવાની સત્તા રાજ્યના ચૂંટણી પંચ પાસે નથી. LICના કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી નથી પરંતુ સ્ટેચ્યુટરી કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચને આવતીકાલે સુધીમાં આ મુદ્દે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 17મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં થશે. 21મી ફેબ્રુઆરીના રોજ પહેલા તબકકામાં અમદાવાદ મહાનગર પાલિકા સહિત 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન થશે, જેનું પરિણામ 23મી ફેબ્રુઆરીના રોજ થશે.

જ્યારે બીજા તબકકામાં 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ માટે મતદાન થશે, જેનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે મતગણતરીની અલગ અલગ તારીખોને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિગ છે.

(9:03 pm IST)