Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજપીપળા દરબાર રોડ પર બપોરે એક ટાઈમ વધારાનું પાણી ચૂંટણી પૂર્વેની લોલીપોપ છે..?

દરબાર રોડના કેટલાક વિસ્તારોમાં એક વર્ષથી પાણીની ગંભીર તકલીફ હોવાની બુમો બાદ કોઈ જ નિરાકરણ આવ્યું નથી:જોકે હાલ આ વિસ્તારમાં ચાર ટાઈમ પાણી આપવા છતાં ઓછા પ્રેસરના કારણે ઉપર રહેતા લોકોની તકલીફ માં કોઈ જ સુધારો થયો નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પીવાના પાણીની તકલીફ ઘણા વિસ્તારમાં વર્ષોથી જોવા મળે છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદારો ને રીઝવવા દરબાર રોડ પર વર્ષો થી ત્રણ ટાઈમ આવતું પાણી હાલમાં ચાર ટાઈમ કરવામાં આવ્યું છે.જોકે આ ચારેય સમય મળતું પાણી ઓછા પ્રેસર થી આવતું હોવાથી પહેલા માળે રહેતા લોકોને પીવાનું પાણી પહોંચતું નથી અને આ બુમ છેલ્લા એક વર્ષથી હોવા છતાં કોઈજ નિરાકરણ આવ્યું નથી,ફક્ત નીચે રહેતા લોકો માટે પાણી અપાતું હોય એમ જણાઈ છે.જોકે લાઈબ્રેરી બોર ચાલુ થયા બાદ બીજા માળ સુધી પાણી મળતું હતું જે કોઈક કારણોસર એક વર્ષથી પ્રેસર ઓછું આવતા હવે પહેલા માળ પર પણ ચઢતું નથી માટે મતદારોને રીઝવવા હાલમાં ચાર ટાઈમ પાણી અપાઈ રહ્યું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.અને ચૂંટણી પૂર્વેની આ લોલીપોપ હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.

જોકે અનુભવીઓ નું માનવું છે કે દિવસમાં પાણી વધારે વખત આપવા કરતા બે ટાઈમ બરાબર ફોર્સ થી પાણી અપાઈ તો સમસ્યા હલ થશે બાકી ચાર વખત પાણી આપી માત્ર પાલિકા નું લાઈટ બિલ જ વધશે અને અમુક લોકો પાણી નો બગાડ કરશે.આમ પણ પાલિકા નું કરોડો રૂપિયા લાઈટ બીલ બાકી છે જેમાં વીજ કંપની એ ઘણી વખત નોટિસ પણ આપી હતી માટે બોર વધુ વખત ચાલુ કરવા કરતાં બે ત્રણ સમય પૂરતા પ્રેસર થી પાણી અપાઈ તો તકલીફ નો અંત જરૂર આવશે.

(12:34 am IST)