Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેવમોગરા ગામ જવાના રસ્તે મો.સા.ઝાડ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ડેડીયાપાડા તાલુકના કણબીપીઠાથી દેવમોગરા ગામ જવાના માર્ગ ઉપરથી પુરપાટ મો.સા.લઈ જનાર યુવાને મો.સા.એક ઝાડ સાથે અથાડતા ગંભીર ઇજાઓ બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સજીકભાઈ છોટુભાઈ વસાવા (રહે.વાલીયા જી.ભરુચ )ની ફરિયાદ મુજબ તેમનો દીકરો સંજય પોતાના કબ્જામાની હોન્ડા સાઇન મો.સા.નં. નંબર જીજે ૧૬.ડી.બી.૪૦૫૨ પૂર ઝડપે હંકારી લઈ જઇ કણબીપીઠા થી દેવમોગરા ગામ તરફ જવાના બે રસ્તા પાસે મો.સા.રોડની બાજુમાં નીચે ઉતારી દઇ ઝાડ સાથે અથાળતા પોતાના શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હોય તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(12:36 am IST)