Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કચ્છના અંજારમાં પણ ભારતીય જનતા પક્ષને લડત આપ્યા વિના બે બેઠકો મળી ગઈ: હવે બે બેઠક માટે જંગ જામશે

ક્ચ્છ-ભુજ: અંજાર શહેરમાં ભાજપે ચૂંટણી પહેલા બે બેઠક બિનહરીફ મેળવી લીધી છે. અંજારના વોર્ડ નંબર ૮ માં ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના બે મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સ્ત્રી અનામત બેઠકો ભાજપને  બિનહરીફ મળી ગઈ છે. ગત ટર્મના વિરોધપક્ષના નેતા અકબરશા શેખે પણ કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર ૮ માં બે બેઠકો માટે ભાજપના બે અને કોંગ્રેસ તથા આપ પાર્ટીના એક-એક ઉમેદવાર વચ્ચે હવે જંગ જામશે.

(12:57 am IST)