Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

તૌકતે વાવાઝોડાના લીધે વિવિધ ૫૬ ટ્રેનો થઇ રદ

ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવા નિર્ણય

અમદાવાદ, તા. ૧૬ : ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ૧૭ અને ૧૮ મે, ૨૦૨૧ ના રોજ ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનો રદ કરવામાં આવશે અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે.  મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો ધ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવે છે. રદ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવતી ટ્રેનોની વિગતો આપવામાં આવી છે

(9:34 pm IST)