Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

અમદાવાદના સોલા, ગોતા ચાંદલોડિયા તેમજ રામોલ વટવા સહિતના એરિયામાં વીજળી ગુલ

અડધા કલાક જેટલા સમયથી લાઈટ ગુલ થઇ ગઇ: લોકો ગરમીમાં પરેશાન

અમદાવાદ :  શહેરમાં કરફ્યુ હોવાથી લોકો બહાર પણ નીકળી શકતા નથી. ત્યારે બીજી તરફ પવન ફૂંકાવાને કારણે શહેરમાં ગોતા ,સોલા ,વટવા ,રામોલ જેવા વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ છે. જેથી લોકો ગરમીમાં પરેશાન થઈ થાય છે.

તાઉ- તે વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયા કિનારા તરફ વધી રહ્યું છે. જેની અસરને કારણે રાજ્યમાં પવન સાથે છૂટા વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાઈટ ગુલ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરમાં ગોતા ,સોલા જગતપુર ચાંદલોડિયા તેમજ એસપી રિંગ રોડ રામોલ વટવા સહિતના વિસ્તરમાં વીજળી ગુલ થઇ ગઇ છે . અડધા કલાક જેટલા સમયથી આ વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ ગઇ છે.જેથી લોકો ગરમીમાં પરેશાન થઈ ગયા છે.

શહેરમાં રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં UGVCL ની વીજળીનો પાવર આવે છે.જેથી આ વિસ્તારોમાં અવર નવાર લાઈટ જવાની સમસ્યા સર્જાતી હોય છે.

(11:42 pm IST)