Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા બે GRD જવાનને મોજી ગામ પાસે ટ્રકે ટક્કર મારતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવવા નીકળેલા જીઆરડી જવાન ને હાઈવા ટ્રકે ટક્કર મારતા અકસ્માતમાં જવાનને ગંભીર ઇજાઓ થઈ છે
 આ અંગે મળતી માહિતી અનુસાર સુંદરભાઇ ચુનીલાલભાઇ વસાવા( રહે.ગાડેત રોડ ફળીયુ) તથા વિપુલભાઇ ગોપાલ ભાઇ વસાવા (રહે.મોજી તા.નાંદોદ) મોટર સાઈકલ નં-GJ.22.F.1076 લઈને જી.આર.ડી તરીકે રાજપીપલા પો.સ્ટે નાઇટ ડ્યુટી કરવા માટે નિકળેલ તે વખતે રાતના સાડા આઠ વાગ્યાના સુમારે મોટાલિમટવાડા કેનાલ પાસે એક હાઇવા ટ્રક નંબર GJ.15.AV.9585 નો ચાલક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અકસ્માત કરતા બંને જવાનો ને ગંભીર ઇજા કરતા સુંદર વસાવા એ ટ્રક ચાલક વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી છે.

(11:07 pm IST)