Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જુના રાજુવાડિયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફ્ટ માં મોટરસાઇકલ પર જતાં શિક્ષક નું કમકમાટીભર્યું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુના રાજુવાડિયા ગામ પાસે અજાણ્યા વાહને મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત થયું છે.
આમલેથા પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ મંગળવાર તા.15 જૂન ના રોજ બપોરે 12 વાગે બોરીયા શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેશ ચંદુભાઈ તડવી(ઉ.વ.34) શાળા માંથી પરત ઉમલ્લા તેમના ઘરે જતા હતા તે સમયે જુના રાજુવાડિયા ગામના નાળા પાસે હાઇવે માર્ગ ઉપર પહોંચતા કોઈ અજાણ્યા વાહને તેમની બાઈક નં. જી.જે.22.એમ.6298 ને ટક્કર મારતા તેઓ માર્ગ ઉપર ફંગોળાઈ જતા માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળ પર જ તેમનું મોત થતા આમલેથા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:03 pm IST)