Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વાવડી ગામમાં દંપતી માળ પર નિંદર માણતા હતા ત્યારે તસ્કરો રૂ.૮૪,૨૦૦ના દાગીના ચોરી પલાયન

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામમાં તા.14 જુનની રાતથી 15 જૂન વહેલી સવાર સુધીના સમયમાં ચોરી થતા રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થઈ છે

 પ્રાપ્ત માહિતી અનુસાર હાર્દિકભાઇ ઉમેદભાઇ વસાવા (રહે.વાવડી, સડક ફળિયું )ની ફરીયાદ મુજબ તે તેમની પત્ની સાથે તા.૧૩/૦૬/૨૦૨૧ ના રાત્રીના અગિયાર વાગે પોતાનું મકાનનો મુખ્ય દરવાજે તાળુ મારી મકાનના પ્રથમ માળે સુવા માટે ગયેલા અને તા.૧૪/૦૬/૨૦૨૧ ના સવારના છ વાગે ઉપરના માળેથી નીચે આવતા તેમના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનો તાળુ તોડી બેડરૂમમાં મુકેલ તિજોરીનું લોક તોડી અંદરના ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિં.રૂ.૮૪,૨૦૦  ની મત્તાની ચોરી કરી લઇ જતા આ બાબતે રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:18 pm IST)