Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

તા. ૧૭ જુનથી ધો. ૧૦ના છાત્રોનું સીટ નંબર માર્કશીટ વગર ડીપ્લોમાં કોર્ષમાં રજીસ્ટ્રેશન

પ્રવેશ સમિતિએ પ્રક્રિયા શરૂ કરી : હાલ માત્ર નામ અને કેટેગરી સહિતની વિગતો ભરવાની રહેશે

અમદાવાદ તા. ૧૬ : ગુજરાત રાજ્યની ૧૪૨ ડીપ્લોમાં એન્જીનિયરીંગ કોલેજો અને પોલીટેકનીકના ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે તા. ૧૭ જુનથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

વ્યવસાયિક ડીપ્લોમાં અભ્યાસક્રમ પ્રવેશ સમિતિ (ACPDC) દ્વારા જણાવાયું છે કે, તા. ૧૭ જુનથી ૧૫ જુલાઇ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજ્ય સરકારે ધો. ૧૦માં છાત્રોને આ વર્ષ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. ધો. ૧૦નું પરિણામ - માર્કશીટ હજુ જાહેર થયા નથી ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ માર્કશીટ અને ધો. ૧૦ના સીટ નંબર વગર રજીસ્ટ્રેશન કરી શકશે.

ડીપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે દર વર્ષે વિદ્યાર્થીઓ ધો. ૧૦નો બેઠક ક્રમાંક અને ગુણ સહિતની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વર્ષ માસ પ્રમોશનને કારણે આ માર્કશીટ નવી આવી તેથી પ્રવેશ સમિતિએ માર્કશીટ અને ધો. ૧૦ના સીટ નંબર વગર રજીસ્ટ્રેશન કરાવવાની સુચના આપી છે.

ગુજરાતમાં આ વર્ષ ધો. ૧૦ના કુલ ૮ લાખ ૩૭ હજાર છાત્રો પાસ થનાર છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ હાલ સીટ નંબર - માર્કશીટ વગર જ રજીસ્ટ્રેશન કરી શકશે. માત્ર નામ - કેટેગરી સહિતની જરૂરી વિગતો જ ભરવાની રહેશે.

(1:23 pm IST)