Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રવિ- સોમથી રાજયમાં વરસાદી માહોલ જામશે

તા.૧૭ થી તા.૧૯ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકેઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત

અમદાવાદઃ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત ગણાવી છે. પરંતુ ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજયમાં અત્યાર સુધી ચાર જીલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૭ અને ૧૮ જૂન સુધીમાં રાજયમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ૧૭ જૂનથી ૨૦ જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. ૧૭ અને ૧૯ જૂનના હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૦-૨૧ જૂનથી વરસાદ વધશે.

આવતીકાલે ગુરૂવારે કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, શુક્રવારે અમદાવાદ, આણંદ અને કચ્છમાં, શનિવારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જયારે રવિવારે દાહોદ અને પંચમહાલમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

દરમિયાન અંબાજી પંથકમાં મોડી રાતે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

(4:07 pm IST)