Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ગાંધીનગરમાં સ્ત્રીઓ સામે ટી શર્ટ અને પેન્ટ કાઢીને અશ્લિલ હરકતો કરનાર બ્રિજરાજ સોલંકીને મહિલા કોન્સ્ટેબલે મેથીપાક ચખાડ્યો

ગાંધીનગર: એક યુવાનની હરકતે પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી. આ રોમિયો એવી હરકતો કરતો કે યુવતીઓ શરમમાં મુકાઇ જતી હતી. જો કે પોલીસનાં હાથે પકડાય નહી તે માટે પણ અજબ તરકીબ વાપરતો હતો. જો કે પોલીસે ડિકોય કરીને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરના સેક્ટર 7 અને સેક્ટર 9માં રહેતા નાગરિકો દ્વારા પોલીસને રજુઆત કરવામાં આવી કે, એક વ્યક્તિ વ્હાઇટ નંબર પ્લેટ વગરની ગાડીમાં આવીને એકલ દોકલ અવર જવર કરતી સ્ત્રીઓની સામે આવીને ટીશર્ટ તથા પેન્ટ કાઢીને અશ્લીલ હરકતો કરીને ફરાર થઇ જાય છે.

જેથી પોલીસ પણ આ ફરિયાદના કારણે દોડતી થઇ હતી. જો કે પોલીસને આ સેક્ટર 8અને 9માં ફરતો હોવાનું જાણવા મળતા પોલીસે વોચ ગોઠવીને ઝડપી લીધો હતો. આરોપી સેક્ટર 9 વિસ્તારમાં એકાંતની જગ્યામાં ગાડી પાર્ક કરીને ઉભો હતો. પોલીસે એક મહિલા કર્મચારીને તેની પાસે મોકલી હતી. આદત અનુસાર તે ઉતર્યો અને મહિલા કોન્સ્ટેબલ પાસે અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો. ટીશર્ટ કાઢી અને પેન્ટ કાઢીને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. જેથી તત્કાલ મહિલા કોન્સ્ટેબલે તેને મેથીપાક ચખાડ્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે, આરોપીનું નામ બ્રિજરાજ સોલંકી છે. જે સેક્ટર 7નો રહેવાસી છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ સેક્ટર 7માં પણ હત્યાનો ગુનો નોધાયેલો છે. જેમાં તેને આજીવન કેદની સજા થઇ છે. સેક્ટર 21માં વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. આરોપી રીઢો ગુનેદાર છે. હાલ તો પોલીસે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:34 pm IST)